સેવાની શરતો

Google ("સેવા")ની ચૅટની સુવિધાનો ઉપયોગ કરીને, તમે Google સેવાની શરતો, Google પ્રાઇવસી નીતિ, તેમજ આ વધારાની શરતો (એકંદરે “સેવાની શરતો”)ને સ્વીકારો છો અને તેનાથી બાધ્ય રહેવા માટે સંમત થાઓ છો. આ ચૅટની સુવિધાઓ ટેલિફોન નંબર વડે કામ કરે છે, તેથી આ ટેલિફોન નંબરનો સંપર્ક કરવા માટે આ સુવિધા અન્ય સેવા પ્રદાતા મારફતે કનેક્ટ થઈ શકે છે. તમે સંમત થાઓ છો કે આ સેવા પ્રદાન કરવા માટે તમારા સંપર્કોની ચૅટ સુવિધાની ક્ષમતાઓ અવારનવાર ચેક કરવામાં આવી શકે છે. તમારા ટેલિફોન નંબરની ચકાસણી કરવા અને આ સેવા પ્રદાન કરવા માટે Google ડિવાઇસ ઓળખકર્તા અથવા સિમ કાર્ડની માહિતી સહિતની તમારા ડિવાઇસની માહિતી તમારા કૅરિઅર સાથે અવારનવાર અદલાબદલી કરવામાં આવી શકે છે. આ સેવાની શરતો સુવિધાઓ અને તમારા કૅરિઅર દ્વારા અપાતી સેવાઓ (દા.ત., કૅરિઅરથી કૉલ કરવા અને SMS/MMS/વગેરે સહિતના સંદેશ મોકલવા જેવી સેવાઓ) પર લાગુ થશે નહીં. તમારી મેસેજિંગ ઍપ્લિકેશનની સેટિંગમાં આ સેવાને બંધ કરીને તમે આનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો.

આ સેવા Google LLCની સહાયક કંપની Jibe Mobile, Inc., દ્વારા પ્રદાન કરવામાં આવે છે.