RCS ચૅટની સેવાની શરતો

Googleની RCS ચૅટનો ઉપયોગ કરીને, તમે Google સેવાની શરતો, Google પ્રાઇવસી પૉલિસી અને RCS ચૅટની આ શરતો (સામૂહિક રીતે “સેવાની શરતો”) સાથે સંમત થાઓ છો. RCS ચૅટનો ઉપયોગ કરીને તમે અન્ય લોકોને તેમના ટેલિફોન નંબર પર મેસેજ મોકલી શકો છો, જેથી મેસેજ Google મારફતે જશે અને અમુક કેસમાં તે ટેલિફોન નંબર પર પહોંચવા માટે અન્ય સેવા પ્રદાતાઓ (જેમ કે મોબાઇલ ઑપરેટર અથવા અન્ય મેસેજિંગ ઍપ) મારફતે જશે. તમે સંમત થાઓ છો કે તમે RCS ચૅટ પ્રાપ્ત કરી શકો છો તેની ખાતરી કરવા માટે તમારા ડિવાઇસને અને અન્ય સંપર્કોના ડિવાઇસને RCSની ક્ષમતાઓ માટે સમયાંતરે ચેક કરવામાં આવી શકે છે. તમારા ટેલિફોન નંબરની ચકાસણી કરવા અને RCS ચૅટ પ્રદાન કરવા માટે, Google તમારા ડિવાઇસની માહિતી (Google ડિવાઇસ ઓળખકર્તા અથવા સિમ કાર્ડની માહિતી સહિત) તમારા મોબાઇલ ઑપરેટર સાથે અવારનવાર અદલાબદલી કરી શકે છે. RCS ચૅટનો ઉપયોગ કરવાના સંબંધમાં તમારી પાસેથી ડેટા શુલ્ક લેવામાં આવી શકે. આ સેવાની શરતો તમારા મોબાઇલ ઑપરેટર દ્વારા અપાતી કોઈપણ સુવિધાઓ અને સેવાઓ (જેમ કે મોબાઇલ ઑપરેટર મારફતે કૉલ કરવા અને મેસેજ મોકલવા, જેમાં SMS અને MMSનો સમાવેશ પણ છે) પર લાગુ થશે નહીં. તમે Messages by Googleમાં આ સેટિંગ બંધ કરીને RCS ચૅટનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો.

RCS ચૅટ પ્રદાતા અને તમે જેની સાથે કરાર કરી રહ્યાં છો તે Jibe Mobile, Inc છે અને તે 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043 USAમાં સ્થિત છે. જો તમારા ટેલિફોન નંબરનો દેશનો કોડ યુરોપિયન ઇકોનોમિક એરિયા અથવા સ્વિટ્ઝર્લૅન્ડનો હોય, તો પછી RCS ચૅટ પ્રદાતા અને તમે જેની સાથે કરાર કરી રહ્યાં છો તે Jibe Mobile Limited છે અને તે 70 Sir John Rogerson’s Quay, Dublin 2, Irelandમાં સ્થિત છે, જે કેસમાં આ શરતોનો સારાંશ લાગુ થાય છે.